Saturday 21 September 2013

Religion and Society



एक टीवी चेनल पर कल रात को  भारत के धर्मगुरुओ और धर्म की  आड में चलने वाले धंधे की चर्चा थी । ओपन चर्चा थी, पेनलमें स्वामी अग्निवेश , एक महा मंड्लेश्वर, तोंत्रीक दीपांकरजी, आचार्य चक्रपणी और एक संत थे । चर्चा आशाराम पर थी । जाहीर हे एक की वजह से सारे संत समाज को सर्मीदगी उठानी पड रही हे और लोगो के नाजायज प्रश्नो का सामना करना पड रहा हे । लोग पुछ रहे थे संत को ये करना चाहीये, ये नहीं कर शकते, ऐसेही रहना चाहीये, वगैरह वगैरह । आज कल टीवी में चर्चा कर्ने के लिये एक चेनलसे दुसरे चेनल पर घुमती रह्ती एक महीलाने स्वामीओ से पुछा के वो(आशाराम) तो संत हे , उंन्को ऐसा नहीं करना चहीये । आचार्य चक्रपणी ने जवाब दिया के आप को बुर्गेर ,पिजा खाना हे और औरो को मना करना  हे। सायद ये सही कहा, लोगो को ,माज को जो कर्ना हे वो कर्ते हे, सब तरह के गंदे नाजयाज काम, पैसा , पद की आड में करते हे । फिर धर्म कमाने गुरुओ के पास जाते हे । धर्म बाजार में नहीं मिलता और आप बाजर में उसे लेने जाते हे तो बाजारुं गुरु ही मिलेगा । फीर उसकी कीमत आपको चुकानी पडेगी । बिकता हे तो वो बेचते हे , फीर आप ये नहीं कह सकते  आप ऐसे नहीं बेचते । नही, आप खरीदना बंद करो , ये दुकाने अपने आप बंद हो जायेगी । नहीं , आप ऐसा नहीं करोगे । क्युं की आप समज्ते हे की वो भगवान का एजंट हे , आपको सारे सुखो की गेरेंटी देगा । और आप लुट् जाते हो तब बहुत देर हो गया होता हे । आप जे से होंगे आपको गुरु ऐसा ही मिलेगा । शस्त्रोमें तो लिखाहे अगर इंसान पात्र हो गया हे तो सच्चा गुरु उन्हे खोजते आता हे ।लेकिन आपतो संसारीक सुख खरीद ने निकले हो । तो आपको, जो गुरु ऐसाही सुख की तलाश में होगा वही गुरु आपको मीलेगा । ये सच हे आप माने या ना माने । धर्म और अध्यात्म अलग बात हे । आप लोग संसारके सुख की दौड्में हो ,नहीं की आध्यात्मिक खोज में । तो आप को संसारीक गुरुही मीलेगा जो आपको भी देखता हे और फीर पिजा(!!!!) और बुर्गर(!!!!!) भी खायेगा । गुरु बनता नहीं हें, आप गुरु बनाते हो ॥ तो फीर आपका बनाया  हुआ गुरु कैसा होगा ??

   (मेने सिर्फ समाज के दोहरेपन पर ही अपना पक्ष रखा हे, जो धर्म की आड में गुना करते हे उन्हें कानून की मुताबिक  शिक्षा के पक्ष में हुं )

Monday 16 September 2013

મિડીયા અને ટીઆરપી (TRP), સમાજ અને ગુનાઓ



ટીવીની ચર્ચઓ જોતાં એવુ લાગે છે કે બધુજ બરાબર છે, સમાજ ચારીત્ર્યવાન્ થઇ ગયો છે.જો કોઇ ચર્ચામાં ઘેટાઓ થી અલગ મત વ્યક્ત કરે તો ઘેટાઓ તેની પથારી ફેરવી નાખે છે.એવી જ પથારી એ.પી. સિંગ .ની ફેરવી નાખી.વાંક એનો એ નહી કે એમણે  કે'વાતું તાલીબાની સ્ટેટ્મેંટ આપ્યું, કારણ ફક્ત એટલુ જ કે એ રેપિસ્ટોનો(આરોપીઓના) વકીલ હતા.હા, એમના વિવાદીત સ્ટેટ્મેંટ સાથે આપણે સંમત ના થઇએ ,પણ એની પર્સનલ લાઇફ અને કારકિર્દી ખરાબ કરી નાખવાનો કોઇને સો હક. તો પછી મિડીયાએ એવા એક વકીલ કે જે આતંગવાદીઓ ની જ વકાલત કરતા હતા તેને કેમ ટાર્ગેટ ના કર્યા. લોકોએ પણ નક્કી કરી લેવું કે આવા જઘન્ય ક્રુત્ય માટે કોઇએ વકીલાત ના કરવી. હા ,પણ એ માટ લોકોએ પણ તૈયાર રહેવું પડ્શે, જ્યારે પોતાનો દીકરો, પતિ, ભાઇ ,પિતા આવા કેશ માં આરોપી બને તો ફાસ્ટ ટ્રેક કોર્ટ ની માંગ કરવી....ના એ મંજુંર નહી.. કારણ અમેતો  ચારીત્ર્ય્વાન (!), અમારો કોઇ રેપ ના કરે(!).ખ્રરેખર તો મિડીયાએ આવા ક્રિમિનલ વકીલ ને બોલાવી ટીવીમાં એવી ચર્ચા કરવી જોઇએ કે આવા ગુનાઓ લોકો કેમ કરે છે? એની જગ્યાએ એની અંગત લાઇફ નો પ્રશ્ન પુછી તેમને સમાજ્ને ના ગમતા જવાબો આપવા ઉશ્કેર્યા.......એ વકીલનું એક વીવાદીત  સ્ટેટ્મેંટ એ પણ હતું કે ચુકાદામાં મીડીયાના દબાણ ની પણ અસર હતી. મીડીયાના એંકરોએ એ પણ જોવું જોઇએ કે તેણે પણ કદાચ સમાજ્ની વર્તમાન તાસીર જોતાં અપેક્ષીત ચુકાદા માટે થોડી ઢીલ મુકી હોય ! ??. ના, આવું તો વિચારવાનો મીડીયાને સમય કે વિજન નથી. બસ ખાલી TRP. TRP and TRP…

Wednesday 20 March 2013

ગંગા નદીમાં નાહવાથી પાપ ધોવાય છે.

"શું આજના ધાર્મિક શ્થાનો એ , શાસ્ત્રો માં બતાવ્યા મુંજબ ના જ છે?. કે કંઇક બીજું જ છે? ત્રિવેણી સંગંમ એટલે ત્રણનું મિલન. અલ્હાબાદ ના ત્રિવેણી સંગમ માં ત્રણ નદીઓના મિલન થાય છે એમ કેવાય છે.બધાને ખબર છે કે ત્યાં બે જ નદીઓ છે.તો પછી ત્રીજી નદી સરશ્વતિ માટે આપણને કેમ પ્રશ્ન નથી થતો.? ખરેખર આ ત્રિવેણી સંગમ બીજી જ વાત છે ,અને એમાં ડુબકી મારવી એ વિરોના કામ છે એટલે માણસો સસ્તી ડુબકી મારી મન મનાવે છે. જો એમ ના હોત તો પશ્ન થવો જોઇતો હતો કે ત્રિજી નદી ક્યાં? નહી, આપણે આ પ્રશ્ન નહી કરીએ. કારણ એમાં જોખમ છે.અને જોખમ લેવું નથી અને મોક્ષ લેવો છે. સ્સતા ની સામે સ્સ્તું જ મળે. અને મોક્ષ સસ્તો નથી."
શું ગંગા માં નાહવાથી પાપ ધોવઇ જાય છે? એમ હોય તો, શું ગંગામાં નાહવા આવવા વાળા પાપી હોય છે? જો નાહવાથી પાપ ધોવાતા હોય તો ,નાહ્યા પછી પાણી પાપ વાળું થતું હસે? તો પછી, જે પાછળ થી નાહવાવાળા નું પાપ વધતું હસે કે પછી પાણી વધારે બગડતું હસે? કદાચ, એટલે જ સંતો પહેલા નાહી લેતા હસે? શું તેમનો આશય પણ પાપ ધોવાનો હસે કે અન્ય? કેવાય છે કે સંતોના નાહ્યા પછી પાણી પવિત્ર થાય છે. શું કુમ્ભ મેળા નો આશય આટલો જ છે ? કેવાય છે કે કબીર, આખી જિદગી કાશીમાં રહ્યા ,પણ અંતીમ સમયે એમની ઇચ્છા, મુજબ કાશીથી દુંર એમના ગામ અંતીમ સંસ્કાર કર્ય્રા.કેમ, કાશી નું તો મરણ સારું કેવાય ? સવાલો બહું છે, છે કોઇ જવાબ ????
તા.ક : લખવાનો આશય લોકોના પ્રતિભવા જાણવાનો જ છે, આને ધાર્મિક આશ્થા સાથે ના જોડવા વિનંતિ.."
 

ભ્રારતની નારી

આજે નારી દિને ટીવી પર તથા ન્યુજ પેપર માં ઉચ્ચ ઔધોગીક સ્થાનો પર બેસેલ નારીઓ તથા અન્ય ઉચ્ચ સ્થાનો પર બેઠેલ સ્ત્રિયો વીશે લખેલ છે કે બતાવેલ છે.પણ એમાંની મોટા ભાગની નારીઓ પોતાના પિતા કે પતિ ના દમ પર ઉપર આવેલી હતી અથવા proxy તરીકે ફરજ બજાવતી હોય. આજના દીને એવી નારીઓ ની તો વાત જ થતી નથી જે આપ બળે આગળ આવી ઉચ્ચ સ્થાને બેઠી હોય? હુ તો આજની આવી નારીઓ ને કહીશ કે તમે પોતાના પિતા કે પતિ ના દમ પર ઉપર આવી ને વુમન ડે ના દિવસે પિઠ થાબડશો કે પછી આપ મેળે ...કદાચ બીજા ઓપ્શ્ન થી આગળ અવાશે તો જ ખરી રીતે વુંમન ડે સાર્થક સાબીત થશે.. હા, એવી શ્ત્રિયો છે, પણ એની નોધ લેવાતી નથી.જે દુ:ખદ છે....

ભારતમાં સંમતિથી સેક્સ ની ઉમંર

સંમતિથી જાતિય સંબંધ બાંધવાની ઉંમર ૧૮ થી ઘટાડી ૧૬ વર્ષ કરવા માટેનું બીલ સરકાર લાવી રહી છે. શારીરીક રીતે સક્ષમ સ્ત્રી-પુરુષો ,સંમતિથી જાતિય સંબંધ બાંધે એના માટે કાયદાની પાબંદી ના હોવી જોઇએ.વ્યાજબી વાત ને ગેરર્વ્યાજબી કાયદાઓ થી રોકવાથી આવા ગુનાઓ ના તોડ કરવાની પ્રવુત્તી વધતી હોય છે.જેથી, આ ઉંમર આજના જમાના પ્રમાણે નીચે લાવવી સારી રહેશે.બિજું કે, લોકોમાં એવો રોષ છે કે, શું આપણા બાળકો માટેના કાયદા વાલીઓ ને પુછવાની જગ્યાએ સાંસદો ને પુછવાનું. વાત વ્યાજબી છે.પણ, શું નાગરીકોને પુછવાથી, દરેક નાગરીક ઇમાનદારીથી, દોહરાપન સિવાય ,સાચો અભિપ્રાય આપસે કે ખાલી આડંબરયુક્ત જવાબ આપશે.શુ આના કરતાં ૧૪ થી ૧૮ વર્ષના યુવાનોનો જ અભિપ્રાય લેવો વ્યાજબી ના ગણી શકાય?.........ઇમાનદારીથી,આડંબર, દોહરાપન સિવાય ,સાચો અભિપ્રાય જ આપશો.

રેપ, સેક્સ, સમાજ અને વ્યક્તિ



રેપ, સેક્સ, સમાજ અને વ્યક્તિ
     અત્યારે  "Right To _____ " નો જમાનો ચાલે Right to Information, Right to Education, Right to Employment, Right to Health, Right to Food, etc..... મને એ નથી સમજાતું , કે સમાજના (અમુક) કેવાતા સુધારકો, લેખકો, નેતાઓ, વગેરે, ઉપર જણાવ્યા પ્રમાણેના કે એના જેવા બીજા અન્ય હક્ક ના તરફેણમાં વાતો કરે છે, પણ જીવનનો પાયો, એના ઉદભવ માટે જવાબદાર SEX જેવા વિષયને કેમ અડકવામાં પાપ સમજે છે કે, ટાળે છે.આજકાલ  Rape ની ચર્ચા બહુજ ચાલે છે. Rape એટલે અસંમત SEX. પણ, સમાજના હામી હોવાની વાતો કરતા ઉપર મુજબ ના માણસો, Rape અંગે સખત કાનુંન બનાવવાની વાત કરે છે, પણ જેના મુળમાં રહેલા, SEX અંગે વાત કરવામાં ડર અનુભવે છે.કારણ ,સદગ્રુહસ્થીનો બનાવટી આંચળો  ઓઢેલો છે.જો, SEX અંગેની વાત કરીશ તો સમાજ માં મારી ઇજ્જત જશે.,આજ કારણે, સમાજના (અમુક) કેવાતા સુધારકો, લેખકો, નેતાઓ, વગેરે,  SEX ની વાત કરતા નથી, જે કરે છે, તેને જુદી જુદી ધડ માથા વગરની  દલીલો કરી ઉતારી પાડવામાં આવે છે. અરે ભાઇ, માનવીને જીવન જીવવા જેમ અન્ય બાબતોની જરુર છે તેમ એક સેક્સ પણ છે.આજના કામુકતાભર્યા માહોલને લીધે તો કદાચ વધારે ભડકેલ છે.
   સામાજીક અસમાનતા ને લીધે, પૈસાદાર વધારે  પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ થતો જાય પૈસાદારો, પૈસાના લીધે બધીજ મોજમજા આરામદાયક જગ્યાઓએ કરી લેછે. જ્યારે, અન્ય.....જેમ બને છે તેમ , બીજા રસ્તાઓ કે જે ગેરકાનુની પણ હોવા છતાં, તે તરફ વળે છે.અહી, એને વ્યાજ્બી ઠેરવવા માટે નહી, પણ હકીકત છે, એ ધ્યાન દોરવા જ લખ્યુ છે.
   સમાજનો આડંબરતો જુઓ, બધું બધાને જોઇએછે, પણ ઇજજત સાચવીને અને એ પણ સાથે સાથે એનો જ વિરોધ કરીને..
   આપણે, આપણા ગુમડાઓ ની સારવાર કરાવાવાની જરુર્‍ છે. નહી કે એને સંતાડી ને અન્યના ગુમડાઓ ની કાગારોળ મચાવીને.
     વાતો કરવી છે રેપ ની પણ એના કારણો માં પડેલ સેક્ક્ષ ની વાત નથી કરવી. રોગ મટાડવો છે, પણ ગુમડાની વાત નથી કરવી ખાલી એનો વિરોધ કરે રાખવો, કારણ એનાથી આપણી માનશીક રુગ્ણાતા છુપાવવી છે.
     આપણે સંસ્ક્રુતીની કાગારોળ મચાવીએ છીએ પણ ,શાસ્ત્રો જોશો તો ખબર પડશે કે કહેવાતા દેવોએ ઋષીમુંનીઓ ની પત્નીઓ ને પણ નથી છોડી.
     ભારતની સંસ્ક્રુતીમાં, લગ્ન થઇ ગયા પછી, મોટા ભાગની સ્ત્રીયો , બાળકોની સંભાળ ,ઘરકામ, સંયુક્ત કુંટુંબ ,જોબ, વગેરે કારણોને લીધે, તથા ભારતમાં સેક્સ ને પાપ ગણાવા ની માન્યતાઓને લીધે, મોટા ભાગની સ્ત્રીયો SEX થી દૂર થતી જાય છે.અને બીજી બાજું પુરુષો, સેક્સ બીજે શોધતા થાય છે.જે અન્ય જરુરીયતની જેમ છે. આજ કાલ કહેવાતા ધર્મગુરઓ, કથાકારો, સત્સંગના બહાને, લોકોને ગ્રુહસ્થીતી દૂર ધકેલતા થયા છે. જે લગ્ન જીવન નું ભંગાણ કે સેક્સ માટેના અન્ય ભટકાવનું કારણ બનતું જાય છે.સેક્સ એક એવી ભુખ છે ,જેમ રોટ્લીના એક ટુકડા માટે , એક માણસ બીજા માણસ નું ખુન કરી બેસે છે તેમ સેક્સ ના મળવાથી દુષ્ક્રુત્ય થવાની બીનાઓ વધવાના કીસ્સા બનતા જોવા મળે છે.
    તાવ મટાડવાના ભારેમાં ભારે ઇંજેક્શનો આપવાની વાતો થાય છે, પણ તાવ મટતો નથી, કારણ ,આપણને કારણને છુપાવવાની ટેવ પડી છે. પણ જેટલા ઇંજેક્શનો આપવા હોય આપો.તાવ મટવાનો નથી..કારણ , કારણ આપણને ખબર છે ,પણ એમાં પડવું નથી...
   હકીકત તો એ છે કે ,સેક્સ એ અન્ય જરુરીયાતો જેટલી જ જરુરી છે. બધી જરુરીયાતો માટે (Right to Information, Right to Education, Right to Employment, Right to Health, Right to Food, etc) કાનુનોની વકિલાતો કરી છીએ તો શુ Right to Sex. ના હોવો જોઇએ..!!!!, અત્યારે, કહેવાતા સુધારકો, સદગુહસ્થો ,સંમંતીથી સેક્સ ની ઉંમર વધારવી  કે ઘટાડવી ના ચકક્રર મા પડ્યા છે.અરે ભાઇ, સેક્સ કે રેપ વખ્તે કોઇ ઉંમર જુવે છે? મને તો લાગે છે કે , આજના યુવાનીમાં ડગ મુકતા બાળકો, આજના કેવાતા સુધારાવાદી વડીલો કરતા ઘણા જવાબદાર અને સમજણા છે.આજના બાપ દાદાઓ, વડીલો, નાની ઉંમરે લગન કરી ૧૨-૧૨ છોકરા ના મા બાપ બન્યા તા એ ભુલી જાય છે ને પાછા સલાહો પણ જિકે જાય છે.હા,આ કેહેવાનો ઉદ્દેશ સહેજ પણ એવો તો નથી કે નાની ઉંમરના ,અણસમજણા બાળકોને પરદેશની જેમ છુટો દોર આપી દેવો.
   છેલ્લે, એક વાત જે અગત્યની છે..કે જે આધ્યાત્મીક સંદર્ભમા છે, કે, સેક્સ એ ,માણસને ભગવાને આપેલી એક જબર્દસ્ત શક્તિ છે. જો તેનો, સદઉપયોગ થાય તો, કવિઓ, સારા લેખકો, વૈગ્નાનીકો ,ગાયકો,આધ્યાત્મીક વ્યક્તિઓ,સંગિતકારો વગેરે પેદા થાય છે.પણ એજ શક્તિ, યોગ્ય માહોલ ના અભાવે માણસ ને ચોર ,લુટારા, ખુની વગેરે નબનાવે છે. વાંક વ્યક્તિનો નહીં ,પણ શક્તિયોના ઉપયોગનો છે.કારણ,જન્મે માણસ,  ચોર ,લુટારા, ખુની, રેપિસ્ટ, કવીઓ, સારા લેખકો, વૈગ્નાનીકો ,ગાયકો,આધ્યાત્મીક વ્યક્તિઓ,સંગિતકારો નથી હોતો, માહોલ અને સામાજિક, આર્થીક વિષમતાઓ આના માટે જવાબદાર છે.
    બીજી વાત, આજ કાલ રેપિસ્ટ્ને જુદી જુદી જઘન્ય સજાઓ આપવાની અને તે પણ તરત જ આપવાની ચર્ચાઓ થાય છે. પણ ,જ્યારે, આજ રેપિસ્ટ ને સજા થશે ત્યારે તેનીજ પત્નીઓ, માતાઓ,બહેનો, પિતાઓ કોર્ટના ચકકર ચલાવી, સજાના અમલમાં વિઘ્નો નાખશે .કારણ દરેક વ્યક્તિ એવું માને છે કે, આવું ક્રુત્ય મારો પતિ, મારો ભાઇ, મારો બેટો તો કરેજ નહીં. ત્યાં જ ભૂલ થાય છે.લોકોને મિણબતી સરઘશ કાઢવું છે, કારણ ,લોકો એવું માને છે કે ,આ તો બીજા ઓ માટે જ છે. આપણ ને થોડું લાગું પડે છે. અરે ભાઇ, કોઇ પણ સુધારો ઘેરથી, પોતાનાથી જ થાય, કારણ બીજી વ્યક્તિ જેવી કોઇ ચિજ છે નહિ. જે છે તે વ્યક્તિ પોતે જ છે.
   લોકોની માનશીક્તાઓનું ઉદાહરણ દીલ્હિ રેપ કેશના દેખાવો વખતે જેવા મળ્યા.એક ભાઇ એક ચેનલનું માઇક પકડી બરાડા પાડી રહ્યો હતો કે આવ આરોપીઓ નું સેક્સ ચેન્જ કરાવી સ્ત્રી(નારી) બનાવી તેઓને કેદીઓની વચ્ચે છોડી દેવા જોઇએ. લો, આ પણ સ્ત્રિયો ઉપર રેપ જ થયો ને.
     દીલ્હીની રેપની ઘટના વખતે, એક સગીર વયનો આરોપી હતો, જેના માટે એવું કેહવાતું હતું કે સગીર હોય એટલે એ આરોપી ,થોડા મહીના પછી, જુવેનાઇલ જેલ માંથી છુટી જશે.કાર્‍ણ કે એની ઉંમર ૧૮ ની થઇ જશે. મેડીયા , મહિલા સંગઠનોએ અને અન્ય સમાચારપત્રો એ બહું હોબાળો મચાવ્યો કે અત્યારે નાની ઉંમરમાં બાળકો પુખ્ત(એટ્લે કે સેક્સ કરવા લાયક) થતા જાય છે એટલે આ ઉંમર નીચી લાવવી જોઇએ. સરકારે આ માટે પહેલ કરી તો વળી પાછા સુધારકો અને મત લાલચું રાજકીય પક્ષો એ હોબાળો મચાવ્યો. વળી પાછી, આ સંમતી-સેક્સ ની ઉંમર ૧૮ કરી. એમાં વળી, અમુક કહેવાતા સુધારક સમાચારપત્રો એ વળી ગાડા નીચે શ્વાનની જેમ જશ લીધો કે અમે આટલા દિવસ સરકાર ઉપર પ્રેસર કર્યું એટલે સરકાર પાછી પડી .અને પાછા લોકોના આડંબરયુક્ત એક્તરફી મંતવ્યો પણ છાપ્યા. અત્યારે તો સંસદમાં પણ કોઇ સદશ્ય હકીકત કેવા જાય છે તો તેને હલ્કો હે હલકી  માનશીકતા વાળો ચિતરવાની ફેશન થઇ ગઇ છે.
    કેહવાનો મતલબ એટલો જ કે શરીરનો તાવ ઉતારવાની કોશિશ ના કરીએ ,પણ ,જાંઘ્ માં થયેલ ગુમડુંની સારવાર કરાવીએ એટ્લે તાવ આવતો મટી જશે.
નોંધ:- આ લેખ ફ્રી સેક્સને ઉત્તેજન કે વિરોધ કરવાનો નથી.કોઇની લાગણી દુભાવવાનો કે વિવાદ ઉભો કરવાનો આશય  નથી, પણ એક વિચારશીલ નાગરિક તરીકે મારા વિચારો છે. કોઇને સંમંત થવું ના થવું એ એમને જોવાનું. મારા આ લેખ પર કોઇ ટીપ્પણી કરે કે ના કરે એ મહત્વનું નથી  પણ લોકો થોડું આ તરફ પણ વિચારે એ જ છે. અસંમત થતા વ્યક્તિઓ આખો લેખ બરાબર  વાંચી વિચારી પોતાના વિચારો શિષ્ટ ભાષામાં આપી શકે છે. નહીં તો તેને દુર કરવામાં આવશે.